22/08/2012

વિજ્ઞાન મેળા કૃતિ-રોજિંદુ TLM-જગદીશ વડીયા

આપણે બધા વિજ્ઞાન મેળો નજીક આવતા જ કૃતિ બનાવવાનું અથવા કોઈ મિત્ર પાસે થી સીધી ઉઠાંતરી કરવાનું વિચારતા હોઈએ છીએ,અહી આજે હું એક એવી કૃતિ મુકું છું જે વિજ્ઞાન મેળામાં પણ કામ લાગે  અને વિજ્ઞાન મેળા બાદ વર્ગ ખંડમાં એક TLM ની પણ  ગરજ સારે!!! નીચેની કૃતિ મેં ગયા વરસે મારા વિજ્ઞાન મેળામાં મૂકી હતી ,તાલુકા કક્ષા સુધી પહોચેલ ,બસ એટલું તો બસ કહેવાય ને!!!!JUST KIDDING!!!જેને આગળ વધવું જ હોય તેના માટે "હવે બસ" શબ્દ જ નથી,ખરુંને!!!!


સાધનની માહિતી અમારા PTC ના અભ્યાસક્રમ(૨૦૦૨-૨૦૦૪) વખતે આવતા દેવેન્દ્ર પાઠક ના પુસ્તક "ગણિત સમજીએ"માંથી મળી છે!!અને આ TLM મારી શાળા માં હાલ છે જ!!અને જયારે કોઈ વહીવટી કામ કરવાનું આવે ત્યારે બાળકો પણ તેમની રીતે રમતા રમતા ગણિત સમજી શકે!!!

સાધન સામગ્રી :૨૦ નંગ લાકડાની માપપટ્ટી (લંબાઈ ૧૨ ઇંચ),
ઓઈલ પેઈન્ટ,
માર્કર પેન(જુદા જુદા રંગની)
અનેહૂક
(વિજ્ઞાન મેળામાં બાળકને લઇ જાવ ત્યારે એક સ્લેટ સાથે લેતા જજો)



સૌ  પ્રથમ દરેક પટ્ટીને સફેદ રંગ થી રંગી નાખો,ત્યારબાદ તેમાં સરખા માપના ૧૦-૧૦ આડા ખાના પાડો ,હવે દરેક ખાનામાં ત્રાસી લીટી પાડો.તમારું અડધું કામ થઇ ગયું.





હવે એક પટ્ટી લ્યો.તેના પર નીચે ચિત્રમાં દેખાય છે એમ સૌથી ઉપર એક લખો.
પછી  જે દસ ખાના છે તેમાં ૧ એકાનો ઘડીયો લખો.જ્યાં માત્ર એકમનો જ અંક હોય તે ચિત્રમાં દેખાય છે તેમ ૦ સાથે લખો,,,,,આવી રીતે ૧ થી ૯ સુધીની પટ્ટી બનાવો.સાથે એક ૦ ની પટ્ટી પણ બનાવજો.તૈયાર થયેલી પટ્ટી નીચે મુજબ દેખાશે!!!

૨ ની પટ્ટી
૧ ની પટ્ટી



૩  ની પટ્ટી

૪ ની  પટ્ટી

૫ ની પટ્ટી

૬ ની પટ્ટી

૭ ની પટ્ટી

૮ ની પટ્ટી

૯ ની પટ્ટી




                                

                     હવે ૨૦ પટ્ટી બની જાય (૦ થી  ૯ ની-દરેકની બબ્બે) પછી તેનો ઉપયોગ કેમ કરવો?????                                  
 

હવે આપણે ૨૫ ગુણ્યા કરવાના હોવાથી બંને પટ્ટીમાં મી હરોળ-લાઈન -ROW જુઓ તે કઈક આ રીતે દેખાશે!!

૨ ની પટ્ટી માં તમને  ૧૦ અને ૫ ની પટ્ટીમાં ૨૫ દેખાશે!!!

હવે ગુણાકાર કેમ કરવો ??? તો તમારા જમણા હાથ બાજુની પટ્ટીનો એકમનો અંક લો.જે આપણા માટે અત્યારે " " છે.
તેને કોઈ જગ્યાએ (સ્લેટમાં)લખો લો. હવે જ્યાં બે પટ્ટી ભેગી થાય છે ત્યાં જુઓ.(૫ મી લાઈનમાં જ હો!!)

ત્યાં તમને ૨ ની પટ્ટીમાં " " અને ૫ ની પટ્ટીમાં " '" દેખાશે.બસ એ બંનેનો સરવાળો કરો!!!

આપણા માટે અહી તે " " થશે ,હવે સ્લેટમાં જ્યાં આપણે " ૫ " લખેલા છે તેની આગળ (દશક ના સ્થાનમાં) " ૨ 
" મૂકી દ્યો.


હવે ૨ ની પટ્ટીમાં માત્ર "   " બાકી રહેશે ,તે "૨ ૫ "ની આગળ (સો ના સ્થાનમાં)" " મુકો. આમ જવાબ "૧૨૫ " આવ્યો.
 આવી રીતે તમે ગમે તેટલી મોટી સંખ્યાનો ગુણાકાર ફટાફટ કરી શકો ,,,બસ ધ્યાન એ રાખવાનું કે તમારી જમણી બાજુની પટ્ટી નો છેલ્લો અંક એકમ તરીકે આવવો જોઈએ અને જ્યાં જયા પટ્ટી ભેગી થાય ત્યાં સરવાળો કરતા રહેવું,,તેમાં કોઈ જગ્યાએ સરવાળો કરતા ૨ અંકની સંખ્યા મળે તો એકમનો અંક લઇ દશાકનો અંક આગળની સંખ્યામાં ઉમેરી દેવો......


ના સમજાય તો ફેસબુક પર કોન્ટેક કરવો!!!




મારી શાળામાં આવી રીતે મુકેલું છે આ સાધન - કૃતિ-ગાણિતિક નમુનો-TLM

વ.શિ.જે.પી.વડીયા



શેર કરવાની છૂટ છે,પણ આ બંદાને ભૂલતા નહિ,,,,,,,,,જગદીશ વડીયા

આ પોસ્ટ ને જો સારો પ્રતિસાદ મળશે તો હજુ ઘણું બાકી છે!!!!!!તમારા માટે


THANKS FOR READING













13 comments:

THANK YOU